પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. હકીકત તો તે હતી કે આ સમયે ચારે બાજુ પાપકૃત્ય થઈ રહ્યાં હતાં. ધર્મ નામની બધી જ વસ્તુઓ મરી પરવારી હતી. જેથી કરીને ધર્મને સ્થાપીત કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.
શ્રીકૃષ્ણની અંદર એટલા બધા અમિત ગુણો હતાં કે તેમને પોતાને પણ જાણ ન હતી. પછી અન્યની તો વાત જ શુ કરવાની? બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે આવી રીતે કૃષ્ણનું ગુણાનુવાદ અત્યંત પવિત્ર છે. શ્રીકૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી. સંપુર્ણ પ્રાકૃતિક પદાર્થ, પ્રકૃતિના કાર્ય સ્વયં શ્રીકૃષ્ણના હાથમાં જ હતું. શ્રીકૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેની સ્થાને ધર્મને સ્થાપિત કરી દિધો. બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. કેમકે તેમનો આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૃથ્વી [પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવો. પોતાના આ ઉદ્દેશ્યને પુર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર હિંદુ ધર્મમાં સૌથી મહત્વની છે.
શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?
પુરાણોની કથા મુજબ એક વાર કાલિયા નામક નાગ પોતાના પરિવાર સાથે યમુનામાં આવીને રહેવા લાગ્યો. આથી ગોકુલવાસીઓના પ્રાણ સંકટમાં પડી ગયા. ગોકુલવાસીઓ ગામ છોડીને બીજી જગ્યાએ જવાની યોજના બનાવવા લાગ્યા.
આવી સ્થિતિમાં ગોકુળવાસીની રક્ષા માટે ગોકુળવાસી કૃષ્ણ પોતાનો જીવ જોખમમાં નાખી કાલિયા નાગના શરીરમાં દાખલ થયા. કાલિયા નાગને ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધમાં હરાવ્યો, પરંતુ એના મુખમાંથી નીકળતા ઝેરની અસરથી કૃષ્ણના શરીરનો રંગ ભૂરો પડી ગયો. ત્યાર પછીથી ભગવાન શ્રીકૃષ્ણ સાંવરિયા નામ અપાયુ.
દર્શન અને તર્ક કહે છે કે ભગવાનનો ભૂરો રંગ તેમની વ્યાપકતા અને વિશાળતા ને દર્શાવવા માટે છે. જેમ વિશાળ સમુદ્ર અને અનંત ગગન ભૂરા રંગના દેખાય છે તેમ જ આદિ અનંત ભગવાન પણ ભૂરા વર્ણના દેખાય છે.
ટિપ્પણીઓ નથી :
ટિપ્પણી પોસ્ટ કરો