લેબલ તહેવાર પોસ્ટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તહેવાર પોસ્ટ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

હેપ્પી ગણેશ ચતુર્થી


ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. 

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. 

આ વર્ષે શ્રીગણેશ ચતુર્થીનુ વ્રત ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫, ના રોજ ગુરૂવારે મનાવવામાં આવશે, જેને શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. 

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`

તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. 
Post Source : http://gujarati.webdunia.com

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2015

જન્માષ્ટમી વિશેષ

પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. હકીકત તો તે હતી કે આ સમયે ચારે બાજુ પાપકૃત્ય થઈ રહ્યાં હતાં. ધર્મ નામની બધી જ વસ્તુઓ મરી પરવારી હતી. જેથી કરીને ધર્મને સ્થાપીત કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. 

શ્રીકૃષ્ણની અંદર એટલા બધા અમિત ગુણો હતાં કે તેમને પોતાને પણ જાણ ન હતી. પછી અન્યની તો વાત જ શુ કરવાની? બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે આવી રીતે કૃષ્ણનું ગુણાનુવાદ અત્યંત પવિત્ર છે. શ્રીકૃષ્ણથી જ પ્રકૃતિ ઉત્પન્ન થઈ હતી. સંપુર્ણ પ્રાકૃતિક પદાર્થ, પ્રકૃતિના કાર્ય સ્વયં શ્રીકૃષ્ણના હાથમાં જ હતું. શ્રીકૃષ્ણએ આ પૃથ્વી પરથી અધર્મને જળમૂળથી ઉખાડી ફેંક્યો અને તેની સ્થાને ધર્મને સ્થાપિત કરી દિધો. બધા જ દેવતાઓમાં શ્રીકૃષ્ણ જ એવા હતાં જે આ પૃથ્વી પર સોળ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતાં. તેમણે જે પણ કાર્યો કર્યા તેને પોતાના મહત્વપુર્ણ કાર્યો સમજ્યાં હતાં. પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે તેમણે સામ-દામ- દંડ- ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો. કેમકે તેમનો આ પૃથ્વી પર અવતાર લેવાનો એક જ ઉદ્દેશ્ય હતો કે પૃથ્વી [પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવો. પોતાના આ ઉદ્દેશ્યને પુર્ણ કરવા માટે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર હિંદુ ધર્મમાં સૌથી મહત્વની છે.


શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?

પુરાણોની કથા મુજબ એક વાર કાલિયા નામક નાગ પોતાના પરિવાર સાથે યમુનામાં આવીને રહેવા લાગ્યો.  આથી ગોકુલવાસીઓના પ્રાણ સંકટમાં પડી ગયા. ગોકુલવાસીઓ ગામ છોડીને બીજી જગ્યાએ જવાની યોજના બનાવવા લાગ્યા.
આવી સ્થિતિમાં ગોકુળવાસીની રક્ષા માટે ગોકુળવાસી કૃષ્ણ પોતાનો જીવ જોખમમાં નાખી કાલિયા નાગના શરીરમાં દાખલ થયા.  કાલિયા નાગને ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધમાં હરાવ્યો, પરંતુ એના મુખમાંથી નીકળતા ઝેરની અસરથી કૃષ્ણના શરીરનો રંગ ભૂરો પડી ગયો. ત્યાર પછીથી ભગવાન શ્રીકૃષ્ણ સાંવરિયા નામ અપાયુ. 
દર્શન અને તર્ક કહે છે કે ભગવાનનો ભૂરો રંગ તેમની વ્યાપકતા અને વિશાળતા ને દર્શાવવા માટે છે. જેમ વિશાળ સમુદ્ર અને અનંત ગગન ભૂરા રંગના દેખાય છે તેમ જ આદિ અનંત ભગવાન પણ ભૂરા વર્ણના દેખાય છે. 

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2015

શીતળા સાતમની સોને ...શુભકામના

શીતળા સાતમની સોને ...શુભકામના
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.
શીતળા-માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે. વ્રત કરનાર સિવાય અન્ય કોઇ એટલી શાંતિ મેળવી શકતું નથી.
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.
આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
આ પવિત્ર પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ-વિધાન સહિત પૂજા કરવી જોઇએ.
ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.
આંબાના રોપનું રહસ્ય એ છે કે, સારાયે કુટુંબીવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.
ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સૂપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે, ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પૂજા કરે છે, વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. આ રીતે આપણી સંસ્કૃતિ'પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માન' એવો અનુરોધ કરે છે તે યથાર્થ જ છે.
"स्वे स्वे कर्मण्यभिरत, संसिद्धि लभते नरः"
ઉપર્યુક્ત સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધન-પૂજા પરિપૂર્ણ થતી નથી. દા.ત. આપણા વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવા એ વસ્ત્રોની પૂજા છે, શરીરને સ્વચ્છ રાખવું એ તે શરીરની પૂજા છે. માતા-પિતા કે ગુરુની સેવા કરવી વગેરે આપણી કર્મપૂજા છે.
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.
આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.
જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માઁ જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માઁ શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે અને આદ્યશક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે.
શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને "વૈધવ્યનાશન" વ્રત પણ કહેવાય છે.
શીતળા સાતમની કથા આ પ્રમાણે છે. -
દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, માઁ જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે.
કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.
રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."
રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો ! દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ.
રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પીતાની સાથે જ માણસનું મૃત્યુ થતું. આ વાવને વાચા થઈ, "બહેન ! તું માઁ શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!"
"ભલે બહેન" એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો. એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે.
બળદને વાચા થઈ, તેણે કહ્યું, "બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો."
આગળ ચાલતાં ચાલતાં એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાઁ માથુ ખંજવાળતાં બોલ્યાં, "બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા...?"
"હા, માઁ" એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાઁએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો... અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માઁ-દીકરો ભેટી પડ્યા. ડોશીમાઁએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.
જય શીતળા માં....
www.bahucharkrupa.blogspot.in